Khergam|Naranpor School : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

  Khergam|Naranpor School : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળો યોજાયો.

તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક વિભાગના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

આ પ્રસંગે ડાયટ નવસારીના લેકચરરશ્રી રાજેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી બાળમેળાની પ્રવૃત્તિ નિહાળી હતી. અને બાળમેળા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.






Post a Comment

Previous Post Next Post